જામનગરમાં આજરોજ પોલીસ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભરાયેલી ગુજરી બજાર બંધ કરવામાં આવી હતી. જામનગરમાં કોરોના સંક્રમણને કારણે કેટલાંય સમયથી ગુજરી બજારો બંધ છે. ત્યારે આજરોજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગુજરી બજાર ભરાતાં પોલીસ તંત્ર દ્વારા આ બજાર બંધ કરાવા કાર્યવાહી કરાઇ હતી. જો કે, અહીં મહત્વની બાબત એ છે કે, પ્રદર્શન ગ્રાઉન્ડમાં ગુજરી બજાર કયારથી ભરાવા લાગી? પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કયારેય ગુજરી બજાર ભરાતી જોવા મળી ન હતી. ત્યારે આ ગુજરી બજાર કોની મિઠી શરૂ થઇ તે વિચારવા લાયક બાબત છે.