જામનગર શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા વિસ્તાર ટાઉનહોલ પાસે રખડતા ઢોરનો અડિંગો આ અંગે શહેરના પદાધિકારીઓ ધ્યાન આપશે કે કેમ? ઘાસચારા વિક્રેતા તેમજ પશુપાલકો સામે તંત્ર લાલ આંખ કરે તે ખુબ જ જરૂરી બન્યું છે. શહેરના ટાઉનહોલ, આણંદાબાવાના ચકલા ઉપરાંત ખાદી ભંડાર, બેડીગેટ જેવા વિસ્તારોમાં ઢોર એ શિરદર્દ સમાન સમસ્યા બની રહી છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર આ અંગે ઘટતું કરી, જામનગર શહેરની પ્રજાને આ માથાના દુ:ખાવા સમાન સમસ્યામાંથી ઉગારે તે અત્યંત જરૂરી બન્યું છે કારણ કે, રખડતા ઢોરને લીધે કેટલાય લોકોને ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે. ત્યારે મનપાના કમિશનર આ અંગે પગલા લેશે કે કેમ ? તે આ વિસ્તારના નાગરિકોમાં પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે.