Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતકોરોના મૃતકોનાં વારસદારોને સહાય કયારે મળશે ?

કોરોના મૃતકોનાં વારસદારોને સહાય કયારે મળશે ?

- Advertisement -


કોરોનાથી જીવ ગુમાવનારાઓને પ0 હજાર રૃપિયાની સહાય ચુકવવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યા બાદ ગુજરાત સરકારની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી છે. કોરોનામાં મૃતકોનો સાચો આંકડો આપ્યો નથી અને હવે આ રીતે મૃત્યુ પામનારના વારસોને મોટી સંખ્યામાં સહાય ચૂકવી પ્રસિદ્ધિ મેળવવામાં આંકડાની પોલ ખૂલી જાય તેવી છે.
આથી હવે જિલ્લા કક્ષાની કમિટિના નામે નિવાસી અધિક કલેક્ટરના વડપણ હેઠળ સમિતિ બનાવી દરેક કિસ્સાનું મૂલ્યાંકન કરી સહાયનો નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. આમ, દેખીતી રીતે જ પોતાના પરિજનોને કોરોનાના પરિણામે ગુમાવનારાઓને આ સહાય મેળવવામાં નવ નેજા ઉતરે તેવી હાલત થશે.

સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાંથી આ સહાય ચુકવવા આદેશ કરી જણાવ્યું હતું કે જે મૃતકોના ડેથ ર્સિટફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના ન લખ્યું હોય તેમને પણ પ0 હજારની સહાય ચુકવવાની રહેશે. આ આદેશ બાદ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આ માટેની ફાઈલ ચાલુ કરી છે.

સરકારી ચોપડે કોરોનાથી 10,084 લોકોના મોત થયા છે. આ ઉપરાંત કોરોનામાં કો-ર્મોબિડિટીથી જીવ ગુમાવનારાઓની સંખ્યા પણ હજારોમાં છે. જો કે સરકારે આવા મોતનો આંકડો જાહેર કર્યો નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ હવે ગુજરાત સરકાર એ અભ્યાસ કરી રહી છે કે આવા કેસમાં સહાય ચુકવવાની સિસ્ટમ શું ગોઠવવી?

સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ પ્રાથમિક તબક્કે એવું નક્કી કરાયું છે કે દરેક જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવશે. જેમાં ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ચીફ મેડિકલ ઓફિસર સહિતના હશે. કો-ર્મોબિડિટીથી જેમના મોત થયા છે તેમના પરિવારજનોએ આ કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે. તેના આધારે કમિટી કેસ ચલાવી તેમને સહાય ચુકવવાનો નિર્ણય લેશે. આમ, આગામી દિવસોમાં દરેક જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલાને સહાય ચુકવવાની પ્રક્રિયાનો ધમધમાટ શરૃ થશે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સહાય ચુકવવા અંગે હાલમાં કેન્દ્રની માર્ગદર્શિકા અને ગૃહ વિભાગના પરિપત્રનો અભ્યાસ ચાલી રહ્યો છે. કોઈ પ્રકારના પ્રશ્નો ન ઉદ્દભવે તે માટેની કાળજી લેવાઈ રહી છે. આગામી બે-ત્રણ દિવસમાં કે વધીને એક સપ્તાહમાં આ અંગેનું નોટિફિકેશન બહાર પાડી દેવાશે.

સરકારી ચોપડે જે મૃતકો છે તેમનો કોઈ પ્રકારનો કેસ ચલાવ્યા વગર કોરોનાથી મોત થયાનું માની લેવાશે. જો કે સરકારી ચોપડે કોના નામ છે તે અંગે બધા અજાણ હોવાથી તેનું લિસ્ટ પણ બહાર પડાશે તેમ તેમણે જણાવ્યું હતું. ગૃહવિભાગના ક્યા પરિપત્રનો અભ્યાસ ચાલી રહ્યો છે તે અંગે ઋષિકેશ પટેલ કોઈ ફોડ પાડી શક્યાં નહોતા.
સરકાર ગુજરાતમાં કોરોનાથી થયેલા મોતનો સત્તાવાર આંકડો 10,084 દેખાડી રહી છે. પરંતુ આ પૈકીના એકપણ મૃતકના ડેથ ર્સિટફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના નથી લખ્યું. એટલું જ નહીં તેઓને કેસની ફાઈલ પણ આપવામાં આવી નથી. કોરોના અને કોરોના સાથે કો-ર્મોબિડિટીથી મૃત્યુ પામેલાઓના મૃત્યુના કારણમાં ન્યૂમોનિયા, હાર્ટ એટેક, કિડની-લીવર ફેલ્યોર જેવા રોગો લખેલા છે.

આ જ કારણ જે-તે મૃતકના ડેથ ર્સિટ.માં લખાયું છે. ત્યારે જિલ્લામાં જ્યારે અરજીઓ આવશે અને તેના આધારે કેસ ચલાવાશે ત્યારે કેસ ફાઈલ વગર કેવી રીતે રજૂઆત કરવી? તેને લઈને મૃતકના પરિવારજનોમાં મુંઝવણ પેદા થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular