Saturday, December 6, 2025
Homeરાજ્યપતિએ ફોન પર વાત કરવાની ના પાડતા પત્નીએ દવા ગટગટાવી

પતિએ ફોન પર વાત કરવાની ના પાડતા પત્નીએ દવા ગટગટાવી

જોડિયા તાલુકાના કેસિયા ગામના વાડી વિસ્તારમાં રહેતી મહિલાને ફોન પર વાત કરવાની તેના પતિએ ના પાડતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના કેસિયા ગામની સીમમાં આવેલા વિજયભાઈ પટેલના ખેતરમાં મજુરી કામ કરતી રમીલાબેન વસુણિયા (ઉ.વ.28) નામની મહિલાને તેણીના પતિએ ફોન ઉપર વાત કરવાની ના પાડતા આ બાબતનું મનમાં લાગી આવતા રવિવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ જબુડાભાઈ વસુણિયા દ્વારા જાણ કરાતા હેકો કે.કે.જાટીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular