Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયવોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી : આ કેસ હાલ ચલાવવા સુપ્રિમનો ઇન્કાર

વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી : આ કેસ હાલ ચલાવવા સુપ્રિમનો ઇન્કાર

- Advertisement -

WhatsApp ની નવી પ્રાઈવસી પોલિસી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનનર કરી દીધો છે. વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી વિરુદ્ધ વેપારી સંગઠન ક્ધફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

- Advertisement -

જેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણીથી ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીના મામલાની સુનાવણી પહેલાથી જ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહી છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર વકીલ વિવેક નારાયણ શર્માએ ટ્વિટર પર જણાવ્યું હતું રે, સુપ્રીમ કોર્ટમાં ક્ધફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે જનહિત અરજી કરી છે. શર્માએ વધુમાં લખ્યું હતું કે, જે મહત્વપૂર્ણ મુદ્દો છે, તે ફોરેન્સિક અને તકનિકી ઓડિટ કંપનીઓના ડેટા સેન્ટરમાં હોવું જરૂરી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને લઈને પહેલાથી જ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટે પોતાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, વોટ્સએપ પ્રાઈવેટ મેસેજિંગ એપ છે અને જો તેનાથી તમારી પ્રાઈવસી ખતરામાં આવે છે તો તમે એપ ડિલીટ કરી દો અને જે એપ પર વિશ્વાસ છે તેને યૂઝ કરો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular