Wednesday, April 23, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસચા ના શોખીનો જાણી લો... રોજ ચાર કપ ચા પીવાથી શું થશે

ચા ના શોખીનો જાણી લો… રોજ ચાર કપ ચા પીવાથી શું થશે

ચા પ્રેમીઓ કે જેની સુખદુખનો સાથી દિવસભરની ચા છે તે જાણી લે આખા દિવસની કેટલી પ્યાલી ચા પીવી જોઇએ. ચાર કપ ચા તમારા શરીરમાં શું ભાગ ભજવે છે તે જાણીએ.

- Advertisement -

દુનિયાભરમાં ચા ના શોખીનોની કમી નથી. ભારતમાં તો ચા ના દિવાના લોકોના સવારથી જ લઇને રાત સુધીમાં કેટલાય કપ ચા ગટગટાવી જતા હોય છે. જ્યારે રોજ ચાર કપ કે તેથી વધુ ચા પીવામાં આવે છે તો તે તમારા પાચનને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ગેસ, એસીડીટી જેવી સમસ્યાઓ સર્જાય છે. ચા ની આદત હોય તેવા લોકો ગરમીમાં પણ ખૂબ ચા પીતા જોવા મળે છે જે તમારી બોડીને ડીહાઈડ્રેટેડ કરે છે વધુ પડતી ચા દાંતોમાં કૈવિટીનું કારણ પણ બની શકે છે. દાંતમાં પીળાસ પણ આવી શકે છે. વધુ પડતી ચા ના કારણે સ્કીનમાં પણ નુકસાન થાય છે. ખીલની સમસ્યા સર્જાય છે. રોજ ચાર કપ કે તેથી વધુ ચા પીનારા લોકોને નિંદર ન આવવી, ગભરામણ, સ્ટ્રેસ, આયરનની ઉણપ અને હાડકાની કમજોરી જેવી તકલીફો થઇશકેને.

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular