કમોસમી વરસાદ બાદ સરકારે જાહેર કર્યું ₹10,000 કરોડનું સહાય પેકેજ જામનગરના ખેડૂતોમાં અસંતોષ જોવી મળે છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હતું. ખેડૂતોના ઉત્પાદન નાશ થવાથી અને ખેતરની માટી નષ્ટ થવાથી કેટલાંક વિસ્તારોમાં ખેડૂતો હતાશ થઈ ગયા હતા. આ પછી રાજ્ય સરકાર દ્વારા ₹10,000 કરોડનું મોટું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે અનુસાર ખેડૂતોને નુકસાન અનુસાર સરકારી મદદ મળવાની જોગવાઇ છે.
View this post on Instagram
જામનગરના ખેડૂતો સાથે વાત કરી તે માટે મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક ખેડૂતો માને છે કે સરકાર દ્વારા ઝડપથી પેકેજ જાહેર કરવું સ્વાગત યોગ્ય પગલું છે અને તે નુકસાન પૂરવા માં મદદરૂપ થશે. પરંતુ કેટલાક ખેડૂતો એ આક્ષેપ કર્યો કે આ સહાય પુરતી નથી વધુ સહાય આપવી જોઈએ.
સરકાર દ્વારા પેકેજ જાહેર થવું સારી વાત છે પણ મદદ વાસ્તવિક નુકસાન ધાર્યા મુજબ મળવી જોઈએ. ઘણા વખત નુકસાન ના હિસાબ ઓછા આવે છે જે અન્યાય રૂપ છે.


