Saturday, December 21, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસશરીરમાં હીમોગ્લોબીન વધારવા શું કરશો ?

શરીરમાં હીમોગ્લોબીન વધારવા શું કરશો ?

- Advertisement -

સામાન્ય રીતે બ્લડ ડોનેટ કરવા જોઇએ. ત્યારે સૌપ્રથમ આપણું હીમોગ્લોબીન ચેક કરવામાં આવે છે. જો હીમોગ્લોબીનનું પ્રમાણ બરાબર આવે તો બ્લડ ડોનેટ કરી શકાય છે જો હીમોગ્લોબીન ઓછું આવે તો બ્લડ ડોેનેટ નથી કરી શકતા.

- Advertisement -

હીમોગ્લોબીન એ રેડબ્લડ સેલ્ટમાં મળનાર એક પ્રોટીન છે. જેનું કામ પૂરા શરીરમાં લોહીના માધ્યમથી ઓકસીઝન સપ્લાય કરવું જો હીમોગ્લોબીન ઓછું હોય તો શરીરમાં લોહીની ઓકસીજન સપ્લાય કરવાની ક્ષમતા ઘટી જાય છે અને લોહીની ઉણપ દર્શાય છે. અને એનિમિયા થવાની શકયતાઓ વધે છે. ત્યારે અમુક લક્ષણો જણાય છે. જેવા કે વધુ પડતો થાક કે કમજોરી, ચકકર આવવા, શ્ર્વાસ લેવામાં તકલીફ, માથુ દુ:ખવુ, દિલનું ઝડપથી ધબકવું અને ચામડીનું પીળું પડવું તે હીમોગ્લોબીનની ઉપણના લક્ષણો છે.

જેના માટે હીમોગ્લોબીન વધારવા ડાયેટ પર ધ્યાન દેવું જરૂરી છે ત્યારે ડો. નીમરા ચૌધરી કહે છે કે બ્રોકલી, પાલક, કોબીજ, ખાવું જોઇએ. અને ખજુર, ટોફું, બીન્સ, ગોળ, પાલક, રાજમા, મગફળી વગેરે લઇ શકાય. બીટ, કેળા, પપૈયા, આમ આવાકાડો, સંતરા વગેરે લઇ શકાય છે. સામાન્ય રીતે પુરૂષોમાં હીમોગ્લોબીન 13.5 થી લઇને 18 સુધી હોય છે. જ્યારે મહિલાઓમાં 12 થી 15 હોવું જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular