આપણા સૌમાંથી કેટલાંક લોકો શાકાહારી છે તો કેટલાંક માંસાહારી છે. ત્યારે સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતાઓ પ્રવર્તે છે કે શાકાહારી લોકો માટે પ્રોટીન મેળવવું મુશ્કેલ છે પરંતુ, અહીં તમને એવા કેટલાંક આહાર વિશે જણાવીએ કે જેના દ્વારા શાકાહારી લોકો પણ પ્રોટીન મેળવી શકે છે.
પ્રોટીન આપણાં શરીર માટે ખૂબ મહત્વનું છે ત્યારે કેટલાંક શાકાહારી લોકો એવી ફરિયાદ કરે છે કે, અમને પુરતુ પ્રોટીન નથી મળતું. ત્યારે ચાલો જાણીએ કિલનિકલ ન્યુટ્રીશન એકસપર્ટ શું કહે છે ?… શરીરના વિકાસ માટે પ્રોટીન ખુબ જરૂરી છે. ત્યારે શાકાહારી લોકો દરરોજ 50 થી 70 ગ્રામ પ્રોટીન સરળતાથી પૂર્ણ કરી શકે છે.
નાસ્તો સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે. કારણ કે તમારા શરીર અને મગજને સક્રિય કરવા માટે જરૂરી પોષકતત્વો અને ઉર્જા પ્રદાન કરે છે આવી સ્થિતિમાં નાસ્તામાં પ્રોટીન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે જો તમે શાકાહારી છો તો તમે સ્પ્રાઉટ્સ, સેકેલા ચણા, સ્પ્રાઉટ્સ સલાડ ખાઈ શકો છો. જેથી શરીરમાં પ્રોટીનની ઉપણ રહેશે નહીં. જ્યારે બપોરનું ભોજન પણ ખૂબ મહત્વપૂર્ણ છે. જે શરીરને ઉર્જા અને પોષકતત્વો પુરા પાડે છે. ત્યારે બપોરના ભોજનમાં દાળ, પનીર, સોયા ખાઈ શકો છો અને દહીં બાજુ પર રાખી શકો છો. તેવી જ રીતે રાત્રિ ભોજનમાં પણ દાળ, સોયા, મગની દાળના પુડલા, ચણાની દાળના પુડલા, સ્પ્રાઉટસ નાખેલા પૌંવા, વેજીટેબલ નાખેલી ઘઉં, બાજરાની રોટલી વગેરે ખાઈ શકાય છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


