આજકાલ લોકો સ્ટ્રેસથી વધુ પડતાં પીડાઇ રહ્યાં છે. આજની આ ભાગદૌડભરી લાઇમાં લોકો વધુ પડતો સ્ટ્રેસ અનુભવી રહ્યા હોય છે. આજકાલ લોકોનું જીવન ખુબ જ વ્યસ્ત બની ગયું છે. ત્યારે સ્ટ્રેસ ગમે ત્યાંથી આવી જતો હોય છે. ત્યારે કોર્ટિસોલએ આપણા શરીરમાં હાજર સ્ટ્રેસ હોર્મોન છે. કોર્ટિસોલનું સ્તર ઘટાડવામાં કેટલાક ખોરાો મદદ કરે છે. જે ધીમે ધીમે તમારા શરીરને આરામની સ્થિતિમાં લાવવામાં મદદ કરે છે. તો ચાલો આ આહાર વિશે જાણીએ.
- એવોકાડો : એવોકાડો સ્વાસ્થ્ય માટે ગુણકારી તેમજ સ્વાદિષ્ટ બન્ને છે. તેમાં ચરબી અને પોટેશિયમ હોય છે. તે મગજના સ્વાસ્થ્યને ટેકો આપે છે. બ્લડપ્રેસરને નિયંત્રિત કરે છે. એવોકાડો શરીરને શાંત રહેવા તેમજ તણાવને નિયંત્રિત કરવા માટે જરૂરી પોષકતત્ત્વો મળે છે.
- ડાર્ક ચોકલેટ : ડાર્ક ચોકલેટમાં સુગર કરતાં વધુ કોકો હોય છે. તે એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર છે. તેનાથી મૂડ સુધરે છે. તે સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ બને છે.
- બેરી : બ્લુબેરી, રાસબેરી અને સ્ટ્રોબેરી વિટામિન ‘સી’થી ભરપુર છે. જે કોર્ટિસોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત રીતે બેરીનું સેવન કોર્ટિસોલ ઉત્પન્ન્ કરતી એડેનલ ગ્રંથિઓને નિયંત્રિત કરે છે.
- હર્બલ ચા : કેમોમાઇલ, પેપરમીન્ટ અને લેમનબામ ચાના હર્બલ મિશ્રણો જે શરીરને આરામ આપે છે. ઉંડી તેમજ શાંત ઉંઘ પણ આપે છે.
- પાંદડાવાળા શાકભાજી : પાલક અને અન્ય પાંદડાવાળા શાકભાજી મેગ્નેશિયમથી ભરપૂર છે. મેગ્નેશિયમ ઓછું હોય ત્યારે તણાવ વધી શકે છે. આમ, પાંદડાવાળા શાકભાજી શરીરને સ્ટ્રેસથી બચાવે છે.
આમ, આજની આ ડીજીટલ તેમજ ફાસ્ટ લાઇફ મગજને વધુ સ્ટે્રેસ આપે છે. ત્યારે અમુક ખાનપાનમાં ફેરફારો દ્વારા આપણે આપણાં હોર્મોનને નિયંત્રિત કરી તે મૂડને સુધારી શકીએ છીએ.
(અસ્વિકરણ : સલાહ સહિતની સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


