રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી (RR)અને ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રવીન્દ્ર જાડેજા અને સંજુ સેમસનના ટ્રેડના સમાચારો ચાલી રહ્યા છે જે મુજબ સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સમાંથી (RR) ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)માં જશે જ્યારે રવિન્દ્ર જાડેજા રાજસ્થાન રોયલ્સ સાથે જોડાશે. હાલ આ માત્ર ચર્ચા જ ચાલી રહી છે. આ અંગે હજુ સુધી કોઇ સતાવાર જાહેરાત થઇ નથી.
આઇપીએલ 2026ની સીઝનને લઇ અત્યારથી જ ક્રિકેટ પ્રેમીઓમાં આતુરતા છવાઇ છે. આગામી સમયમાં આઇપીએલ 2026નું મીની ઓકસન પણ યોજાશે જેને લઇ કયો ખેલાડી, કઇ ટીમ ઓપ્સનમાં મુકશે તેના પણ તર્કવિર્તક ક્રિકેટ પ્રેમીઓમાં થઇ રહ્યા છે. આ મીની ઓકસન પુર્વે હાલમાં ટ્રેડને લઇને પણ સમાચારો છવાયા છે. હાલ ક્રિકેટ પ્રેમીઓને ક્રિકેટ અહેવાલોમાં છવાયેલી ચર્ચા મુજબ રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી અને ચેન્નઇ સુપર કિંગ્સના ટ્રેડના સમાચારો ચાલી રહ્યા છે. આ ટ્રેડ અંતર્ગત સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સમાં (RR) થી ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)માં જશે જ્યારે તેની સામે ચેન્નઇ સુપર કિંગ્સમાંથી રવિન્દ્ર જાડેજા અને અન્ય એક ખેલાડી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાઇ શકે છે. છેલ્લા બે-ચાર દિવસથી આ અંગેના અહેવાલો જોવા મળી રહ્યા છે. જોકે આ બાબતે હજુ સુધી કોઇ સત્તાવાર પુષ્ટી થઇ નથી. ત્યારે જાણીએ આઇપીએલ ટ્રેડ શું છે?
IPL ટ્રેડ
IPL સિઝનના પ્રારંભે ટ્રેડ વીન્ડો ખુલે છે. IPL 2026 માટે હાલમાં ટ્રેડ વીન્ડો ખુલી છે જે IPL મીની ઓકસનના એક અઠવાડીયા પહેલા સુધી ખુલી રહેશે. મીની ઓકસન બાદ આ વીન્ડો IPL 2026ના શરૂઆતના એક મહિના પહેલા ખુલશે અને બંધ થશે. દરેક ટ્રેડ માટે IPL ગર્વનીંગ કાઉન્સીલની મંજુરી જરૂરી રહે છે. ટ્રેડ વીન્ડો એક અનોખી સીસ્ટમ છે જેમાં ખેલાડીઓ ઓકસન વિના એક ટીમમાંથી બીજી ટીમમાં જઇ શકે છે. ટ્રેડ માટે કોઇ મર્યાદા નથી ટીમો ઇચ્છે તેટલા ખેલાડીઓ ટ્રેડ કરી શકે છે.
કેવા પ્રકારની ટ્રેડ ડીલ થાય?
IPL માં બે પ્રકારની ટ્રેડ ડીલ થતી હોય છે. પ્રથમ રીત મુજબ ખેલાડીના બદલામાં ફકત પૈસા આપવામાં આવે છે. જેમાં ટીમને સામે કોઇ ખેલાડી પાછો મળતો નથી પરંતુ સંપુર્ણ રકમ મળે છે. ઉદાહરણ તરીકે મુંબઇ ઇન્ડીયન્સે ગુજરાત ટાઇટન્સમાંથી હાર્દિક પંડયાને ખરીદયો હતો. જેના નાણાં આપ્યા હતાં. પરંતુ ગુજરાતને મુંબઇ તરફથી કોઇ ખેલાડી પરત મળ્યો ન હતો.
બીજી રીત છે ટુ વે ડીલ જેમાં ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓની આપ-લે કરે છે. ઉદાહરણ તરીકે હાલમાં જે ચર્ચા ચાલી રહી છે તે આ પ્રકારની ટ્રેડ ડીલ છે જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) પાસેથી રાજસ્થાન રોયલ્સ (RR) સંજુ સેમસનના બદલામાં રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસનની અદલા બદલી કરશે.
ટ્રેડીંગમાં નાણાનો શું નિયમ
જો ખેલાડીની નાણા દ્વારા ટ્રેડ ડીલ કરવામાં આવી રહી હોય તો વધુ કમાણી કરનાર ખેલાડીને ખરીદનાર ટીમે બીજી ટીમને તફાવતની રકમ ચૂકવવી પડશે. જો બે ખેલાડીઓની અદલા બદલી થતી હોય અને તેમના પગાર અલગ અલગ હોય તેમાં પણ તફાવતની રકમ ચૂકવવી પડે.
ટ્રેડીંગમાં કઇ બાબતો મહત્વની?
ટ્રેડ વિન્ડો દરમિયાન ખેલાડીઓની અદલા બદલી કરવી હોય તો ખેલાડીની સંમતી પણ જરૂરી છે. ખેલાડીની સંમતી વિના ટ્રેડ ડીલ થઇ શકતી નથી. જો ફ્રેન્ચાઝી ટીમ ખેલાડીને રીલીઝ કરવા માંગતી ન હોય તો પણ ડીલ થઇ શકતી નથી. ઉદાહરણ તરીકે હાર્દિક પંડયાએ મુંબઇ ઇન્ડીયન્સ(MI)માં પરત જવાની ઇચ્છા વ્યકત કરી હતી. ત્યારબાદ ટ્રેડ પ્રોસેસ શરૂ થઇ હતી.


