ગુજરાત સરકાર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે જામનગરના ટાઉનહોલ ખાતે શિક્ષણમંત્રી જીતું વાઘાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દરમિયાન શિક્ષણમંત્રીએ શિક્ષણ કાર્યને લઇને જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ ઓફલાઈન કે ઓફલાઈન અભ્યાસ કરવો હોય તે કરી શકે છે. અને વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય તેને ધ્યાનમાં રાખીને કોરોના ગાઈડલાઈન્સનું સંપૂર્ણપણેપાલન કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ વિભાગ સાથે ચર્ચા કરીને આવનારા દિવસોને લઇને તમામ SOPનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. તેમ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.