Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયટોક્યો ઓલિમ્પિકસમાં હાલ ભારતની સ્થિતિ શુ છે?, જાણો અહીં

ટોક્યો ઓલિમ્પિકસમાં હાલ ભારતની સ્થિતિ શુ છે?, જાણો અહીં

- Advertisement -

ટોક્યો ઓલિમ્પિક 2020નો પ્રારંભ શુક્રવાર 23 જુલાઈથી થયો છે. કોવિડ-19 મહામારીને કારણે આ વખતે ઉદ્ઘાટન સમારોહમાં સીમિત ખેલાડી અને ઓફિશિયલ્સ  જ ઉપસ્થિત છે. ભારતે ટોક્યો ઓલિમ્પિક માટે પોતાનું અત્યાર સુધીનું સૌથી મોટુ દળ મોકલ્યું છે. 18 ગેમ્સના કુલ 127 એથલીટ આ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ટોક્યોમાં આજની ઇવેન્ટની વાત કરવામાં આવે તો હોકી, ટેબલ ટેનિસ, બોક્સિંગ, બેડમિન્ટન, સેલિંગની મેચો રમાશે.

- Advertisement -

ઓલિમ્પિકસમાં ભારતનું પ્રદર્શન…

વેઇટલિફ્ટિંગ: ટોક્યો ઓલિમ્પિક્સમાં 49 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ એ દેશને ગૌરવ અપાવ્યું છે. ચીનની મગિસા વેઈટલિફ્ટર હો ઝઝિહૂએ શનિવારના ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. પરંતુ ચીનની મહિલા વેઇટલિફ્ટરનો ડોપ ટેસ્ટ થશે. અને જો ડોપ ટેસ્ટમાં તેણી નિષ્ફળ જાય તો ચાનુ ગોલ્ડ મેડલ મેળવી શકે છે. 

- Advertisement -

ટેબલ ટેનિસ : ભારતના મનિકા બત્રાની હાર થઇ છે. ત્યારે શરત કમલ એક મેચ કાર્યા બાદ શાનદાર વાપસી કરી છે. અને બીજી ગેમ 11-8થી  જીતી લીધી છે. ભારતનો ટેબલ ટેનીસમાં મુકાબલો ચાલુ છે.શરત કમલ ચીનના મા લોંગ સામે રમી રહ્યા છે.

મુક્કેબાજ : ટોકયો ઓલમ્પિકમાં ભારતની મહિલા ખેલાડીઓનો દબદબો રહ્યો છે. મેરીકોમ, પી.વી.સિંધુની જીત સાથે પદક તરફ આગેકૂચ કરી રહી છે.

- Advertisement -

તલવારબાજીઃ ભવાની દેવીની હાર થઇ છે. હાર્યા બાદ પણ ભવાની દેવીએ ઈતિહાસ રચ્યો છે. હવે તે પહેલી એવી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. જેણે ઓલિમ્પિકમાં તલવારબાજી ઇવેન્ટમાં કોઈ મેચ જીતી છે.

નિશાનેબાજી : ભારતના નિશાનેબાજ સારું પ્રદર્શન કરી રહ્યા નથી. ઈલાવેનીલ વાલારીવન અને દિવ્યાંશસિંહ પંવારની જોડી, અંજુમ મોદગીલ અને દીપક કુમારની જોડી હારી ગઈ છે.

હોકી: ટોકિયો ઓલિમ્પિકનો આજે 5મો દિવસ છે. આજે પૂલ એમાં ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો સ્પેન સામે થયો અને અહીં ભારતે જબરદસ્ત પ્રદર્શન કરતા સ્પેનને હરાવી દીધુ.  ઓલિમ્પિકમાં આ ભારતની બીજી જીત છે.

બોક્સિંગઃઆશીષકુમારની હાર થઇ છે. પુરુષોની મિડલવેઇટ કેટેગરીના રાઉન્ડ ઓફ 32 મેચમાં આશિષનો પરાજય થયો હતો. પુરુષોની 75 કિગ્રા કેટેગરીમાં આશિષ ચીનના એર્બકે તુઓહેતા સામે 0-5 થી હારી ગયો.

બેડમિન્ટનઃ ભારતીય બેડમિંટન ખેલાડી સાત્વિકસાઈરાજ રેડ્ડી અને ચિરાગ શેટ્ટીને ટોક્ટો 2020 ના તેની બીજી મેચમાં ઇન્ડોનેશિયાની જોડી સાથે સીધી ગેમમાં 0-2 થી હારનો સામનો કરવો પડ્યો છે.

સ્વિમિંગઃ સાજન પ્રકાશ ચોથા સ્થાન પર રહ્યા છે. પ્રકાશે આ પહેલા ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી ઇતિહાસ રચ્યો હતો. 

તીરંદાજીઃ પુરૂષ ટીમની ક્વાર્ટર ફાઈનલમાં હાર

નિશાનેબાજીઃ મેરાજ ખાન, અંગદ બાઝવાની હાર

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular