Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશનાં સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયનો રિપોર્ટ શું કહે છે ?

દેશનાં સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયનો રિપોર્ટ શું કહે છે ?

- Advertisement -

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના ઝંઝાવાત વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંક અનુસાર દેશના કોમ્યુનિટી સ્વાસ્થ્ય કેન્દ્રો (સીએચસી) માં 76.1 ટકા નિષ્ણાત ડોક્ટરોની તંગી છે.

- Advertisement -

સીએચસીને ભારતની ગ્રામીણ સ્વાસ્થ્ય સેવાનો આધાર માનવામાં આવે છે. તેમાં 30 બેડની હોસ્પિટલ હોય છે. તેમાં 4 મેડિકલ સ્પેશિયાલિસ્ટ-સર્જન, ફિઝિશ્યન, ત્રી રોગ નિષ્ણાત અને એક બાળકના ડોક્ટર હોય છે. ગત બુધવારે જારી કરાયેલાં સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર ગ્રામીણ ક્ષેત્રોમાં કામ કરી રહેલા પ183 સીએચસીમાં 76.1 ટકા નિષ્ણાત તબીબ નથી. વર્તમાન માળખા મુજબ 78.9 ટકા સર્જન, 69.7 ટકા ગાયનેક ડોક્ટર, 78.ર ટકા ફિઝિશ્યન અને 78.ર ટકા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટની તંગી છે. ગ્રામીણ ક્ષેત્રોમાં નિષ્ણાતોના કુલ મંજૂર પદોમાં 63.3 ટકા ખાલી છે.

ગ્રામીણ સીએચસીમાં કુલ પ183 ફિઝિશ્યનની જરૂર છે પરંતુ 3331 પદ ખાલી છે. તે જ રીતે અન્ય શ્રેણીઓમાં પણ જગ્યાઓ ભરાઈ નથી. રિપોર્ટ અનુસાર મોટાભાગના ખાલી પદો ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા જેવાં રાજ્યોમાં છે. સીસીએચસીની જેમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની પણ આવી જ હાલત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular