Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરવ્યાજખોરના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાતનો પ્રયાસમાં શું કહે છે ડીવાયએસપી ?

વ્યાજખોરના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાતનો પ્રયાસમાં શું કહે છે ડીવાયએસપી ?

વેપારીએ ધંધા માટે પાંચ વ્યાજખોરો પાસેથી રૂા. 30 લાખ લીધા વ્યાજે : રૂા. 40 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી : એક વ્યાજખોરે બ્રાસપાર્ટના મશીનો પડાવી લઇ વેપારીને આશરે 20 દિવસ ગોંધી રાખ્યો : વેપારી સારવાર હેઠળ

જામનગર શહેરના રણજિતસાગર રોડ પર રહેતાં પટેલ વેપારીએ પાંચ વ્યાજખોરો પાસેથી વ્યાજે લીધેલ રૂા. 30 લાખની રકમ પેટે રૂા. 40 લાખ ચૂકવવા છતાં એક વ્યાજખોરે કારખાનામાંથી બ્રાસપાર્ટના મશીનો બળજબરીથી લઇ જઇ વેપારીનું અપહરણ કરી 20 દિવસ ગોંધી રાખી ધમકીઓ આપતાં વેપારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં પોલીસે પાંચ વ્યાજખોરો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગે મળતી વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ પર આવેલ ગોકુલદર્શન સોસાયટીની શેરી નંબર ત્રણમાં રહેતાં તથા બ્રાસપાર્ટના વ્યવસાયી લાલજીભાઇ સવજીભાઇ મારકણા નામના વેપારીએ તેના વ્યવસાય માટે ધર્મેશ મૂળજી રાણપરિયા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આ રકમ પેટે 10 થી 12 ટકા જેટલું વ્યાજ ચૂકવતા હતા. દરમ્યાન વ્યાજ ન ચૂકવી શકતાં વ્યાજખોર ધર્મેશએ લાલજીભાઇના કારખાનેથી બ્રાસપાર્ટના મશીનો બળજબરીપૂર્વક ઉપાડી લીધા હતા. તેમજ વેપારીનું અપહરણ કરી લોઠિયા ગામે આવેલા પોતાના ગોડાઉનમાં આશરે વીસ દિવસ સુધી ગોંધી રાખ્યા હતા. મૂળ રકમ તથા વ્યાજ બળજબરીથી કઢાવવા મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેમજ જેઠા હાથલિયા પાસેથી વેપારીએ વ્યાજે લીધેલા પૈસા માટે અવારનવાર રૂબરૂ તથા ફોન ઉપર મારી નાખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતો હતો.

- Advertisement -

ઉપરાંત ઉપેન્દ્ર ચાંદ્રા નામના વ્યાજખોર પાસેથી લાલજીભાઇએ વ્યાજે લીધેલી રકમનું વ્યાજ ચૂકવી ન શકતાં ઉપેન્દ્રએ વેપારીની એક્સયુવી કાર બળજબરીપૂર્વક પડાવી લીધી હતી. કિરીટ ગંઢા અને હરિશ ગંઢા પાસેથી બ્રાસપાર્ટના વેપારીએ વ્યાજે લીધેલી રકમનું વ્યાજ ન ભરી શકતાં વેપારીના ભાણેજ ઉપર ખોટો કેસ કરી માનસિક ત્રાસ આપી વ્યાજ અને મુદ્લની પઠાણી ઉઘરાણી કરતાં હતાં. આમ, પાંચેય વ્યાજખોર પાસેથી બ્રાસપાર્ટના વેપારી લાલજીભાઇ મારકણાએ આશરે રૂા. 30 લાખ વ્યાજે લીધાં હતાં. જે પેટે રૂા. 40 લાખ ચૂકવી દીધાં હોવાં છતાં વ્યાજખોરો દ્વારા મુદ્લ અને વ્યાજ બળજબરીપૂર્વક કઢાવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ તથા ધમકીઓ આપતાં હતાં. વ્યાજખોરોની અવારનવારની ધમકી અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને બ્રાસપાર્ટના વેપારી લાલજીભાઇએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં વેપારીના પત્નીએ આપઘાત કરવાની ફરજ પાડયાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ એન. એ. ચાવડા તથા સ્ટાફએ પાંચ વ્યાજખોરો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular