Friday, November 22, 2024
Homeસ્પોર્ટ્સટી-20 શ્રેણી માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાહેર

ટી-20 શ્રેણી માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાહેર

- Advertisement -

ભારત સામેની 5 મેચની ટી-20 શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. ટી-20 શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે રમાશે. આ પછી વેસ્ટ ઈન્ડિઝે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી પણ રમવાની છે. આ બંને શ્રેણી માટે 16 ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝની છેલ્લી બે મેચ ફ્લોરિડામાં યોજાશે. ડાબેરી વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમાયરને ભારત સામેની વન-ડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તે ટી-20 શ્રેણીમાં વાપસી કરશે. તેના આવવાથી વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ મજબૂત થશે. હેટમાયરને આઈપીએલમાં રમવાનો પણ અનુભવ છે. તે રાજસ્થાન રોયલ્સ માટે ફિનિશરની ભૂમિકા ભજવે છે. નિકોલસ પૂરન ટીમના કેપ્ટન છે. દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા રોવમેન પોવેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

- Advertisement -

વેસ્ટ ઈન્ડિઝની ટીમ; નિકોલસ પૂરન (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઈસ-કેપ્ટન), શમર બ્રુક્સ, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, ઓબેડ મેકકોય, કીમો પોલ, રોમારીયો શેફર , ઓડિયન સ્મિથ , ડેવોન થોમસ , હેડન વોલ્શ જુનિયર. ભારતે વેસ્ટ ઈન્ડિઝને વન-ડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું. પરંતુ પ્રથમ બે મેચમાં એક સમયે વેસ્ટ ઈન્ડિઝ જીતનીનજીક પહોંચી ગયું હતું. પ્રથમ મેચમાં મોહમ્મદ સિરાજની બોલિંગ અને બીજી મેચમાં અક્ષર પટેલની તોફાની ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશ સામેની છેલ્લી (ઍટ શ્રેણી જીતી હતી. તે પછી ટી-20 સ્પેશિયાલીટોની ભરમાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular