પાંચમાંથી ચાર રાજયો કબજે કર્યાના ગણતરીના કલાકોમાં માદરે વતન ગુજરાત પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાનદાર અને જાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે સવારે એરપોર્ટ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ સાથે ખુલ્લી થાર જીપમાં સવાર થઇને લોકોનું અભિવાદન જીલવા માટે રવાના થયા હતા. એરપોર્ટથી કમલમ સુધી યોજાયેલાં શાનદાર રોડ શો માં માર્ગની બન્ને તરફ ઉમેટલી લાખોની મેદનીએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું. મોદીએ પણ ખુશખુશાલ મુદ્રામાં લોકોનું અભિવાદન ઝીલતાં જણાયા હતા. એરપોર્ટથી કમલમ સુધીનો આખો માર્ગ કેસરીયા રંગે રંગાઇ ગયો હતો. માર્ગ પર સર્વત્ર કેસરિયો લહેરાયો હતો. કેસરી ટોપી, કેસરી બેનર, હોર્ડિંગ્સ જયાં જુઓ ત્યાં કેસરી રંગ જ રેલાતો જોવા મળ્યો હતો. માર્ગમાં ગુજરાતી ગરબા, ભરત નાટયમ અને પુષ્પવૃષ્ટિથી પ્રધાનમંત્રીના વધામણા કરવામાં આવ્યા હતા.
10 મહિના બાદ ગુજરાત આવેલા પ્રધાનમંત્રી બે દિવસ સુધી પોતાના ગૃહરાજયમાં રોકાશે. આ બે દિવસ દરમ્યાન તેઓ સરપંચ સંમેલન, કાર્યકરો સાથે બેઠક, ખેલમહાકુંભનો પ્રારંભ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે. આ સાથે જ ગુજરાતમાં પણ 20રરની વિધાનસભા ચૂંટણીનું બ્યુગુલ ફૂંકશે. વડાપ્રધાનના રોડ શો દરમ્યાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે પ્રધાનમંત્રીના આગમનને લઇને વિધાનસભાની કાર્યવાહી પણ બંધ રાખવામાં આવી છે.
આખી રાજય સરકાર પ્રધાનમંત્રીની આગતા સ્વાગતામાં લાગી ગઇ છે. પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણી -2022નું બ્યૂગલ ડૂંકવા માટે આવી પહોચ્યા છે. ગુજરાત મિશન – 2022 અંતર્ગત તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન તેમનું આગમન બાદ પ્રધાનમંત્રી મોદીના રોડ-શોની શરૂઆત કરી હતી.આ રોડ શો હોટેલ તાજ સર્કલથી કમલમ સુધી યોજાયો હતો. ત્યારબાદ કમલમમાં પક્ષના હોદેદારો સાથે બેઠકનો પ્રારંભ થયો હતો. આ બેઠકમાં રાજયભરમાંથી સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા છે. જેમાં જામનગર શહેર અને જિલ્લા ભાજપના પદાધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
આ બેઠકમાં ગુજરાત ભાજપના 500 જેટલા નેતાઓ હાજર છે. 1.30 વાગ્યે પ્રધાનમંત્રી મોદી રાજભવન રવાના થશે. ત્યારબાદ 4 વાગ્યા સુધી રાજભવન ખાતે પ્રધાનમંત્રી મોદી રોકાણ કરશે. પ્રધાનમંત્રી મોદી 4 વાગે 0171020 જવા રવાના થશે. સાંજે 4.30 થી 5.30 જીએમડીસી મેદાનમાં પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે. અને આ પંચાયત મહાસંમેલનમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. ત્યારબાદ 5.30 વાગે રાજભવન રવાના થશે. અને પ્રધાનમંત્રી મોદી રાજભવન ખાતે બેઠક યોજશે. ત્યારબાદ પ્રધાનમંત્રી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આવતીકાલે સવારે 10 વાગ્યે રક્ષાશક્તિ યુનિવર્સીટી જવા રવાના થશે. ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. સવારે 11 વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટી પહોંચશે અને ત્યારબાદ સવારે 11.15 વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે.
આ સાથે પદવીદાન સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આ પછી તેઓ બપોરે 1 વાગે રાજભવન પહોંચશે. જયાં તેઓ સાંજ 6 વાગ્યા સુધી રોકાણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સાંજે 6 વાગે સરદાર પટેલ સ્ટેડિયમ જવા રવાના થશે અને સાંજે 7 કલાકે 60 સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકશે. આ સાથે તેઓ હજારોની જનમેદનીને સંબોધન કરશે. ત્યારબાદ રાત્રે 8 વાગે સ્ટેડિયમથી એરપોર્ટ રવાના થશે. રાત્રીના 8.30 વાગે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.