કાલાવડ શહેરનો યુવાન બીએસએફમાં 20 વર્ષની સેવા કરી વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેનું સ્વાગત કર્યુ હતું.
કાલાવડનો જયસુખ વાઘેલા નામનો યુવાન બીએસએફમાં 20 વર્ષની સેવા આપી પોતાના માદરે વતન પરત ફર્યો હતો. દેશ સેવા કરી વતન પરત ફરતા જવાનું કાલાવડ શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાલાવડ નગરપાલિકાના કોર્પોરેટર મનોજ પરમાર, શહેર ભાજપા પ્રમુખ હસુભાઈ વોરા, ભાજપા અગ્રણી અભિષેક પટવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી જવાનનું સ્વાગત કર્યુ હતું.


