તપોવન ફાઉન્ડેશન-જામનગર દ્વારા ગઇકાલે ક્ધયાદાન લગ્નોત્સવ અંતર્ગત મા-બાપ વિહોણી 16 દિકરીઓ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના પ્રણામી સંસ્થાના મેદાન ખાતે ગઇકાલે સર્વજ્ઞાતિના મા-બાપ વિહોણી 16 દિકરીઓના સમુહ લગ્ન સૌપ્રથમ વખત જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા યોજાયા હતાં. આ પ્રસંગની વિશેષતા એ હતી કે, દિકરી ન હોય તેવા માતા-પિતાએ 16 દિકરીઓનું ક્ધયાદાન કર્યું હતું. ક્ધયાદાનની આ વિધિ અગાઉ લગ્નોત્સવવિધિની શરુઆતમાં દરેક ક્ધયાનું પૂજન સમાજની અલગ અલગ વ્યક્તિઓ કે દંપતિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. હિન્દુ શાસ્ત્રોક્તવિધિ જેવી કે, લગ્ન લખવાની વિધિ, ગણેશ સ્થાપન, હસ્ત મેળાપ, સપ્તપદીના ફેરા સહિતની તમામ વિધિઓ અહીં વિદ્વાન પંડિતો દ્વારા કરાવવામાં આવી હતી. તેમજ દિકરીઓને મહેંદી અને બ્યૂટિપાર્લરની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરાવાઇ હતી. આ સમુહલગ્નમાં 16 વરરાજાનો વરઘોડો એક સાથે નિકળ્યો હતો અને લગ્ન મંડપે પહોંચ્યો હતો. આ ઉ5રાંત 16 ક્ધયાઓની પણ અદ્ભૂત એન્ટ્રી કરાવવામાં આવી હતી. આ સમુહ લગ્નમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય, સાંસદ પૂનમબેન માડમ, પ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણિ મહારાજ, જુનાગઢ ભવનાથના ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના પ.પૂ. સદ્ગુરૂ શેરનાથજીબાપુ, સંસ્થાના ફાઉન્ડર રાજનભાઇ જાની, ટ્રસ્ટી વસુબેન ત્રિવેદી, ટ્રસ્ટી, પરેશભાઇ જાની તથા નરેન્દ્રભાઇ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી, અગ્રણી ઉદ્યોગપતિ વિપુલભાઇ કોટક, નિરજભાઇ દત્તાણી, જમનભાઇ ફળદુ, વસ્તાભાઇ કેશવાલા, જોગીનભાઇ જોશી, પી.બી. વસોયા, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ હિરેનભાઇ ત્રિવેદી, બ્રહ્મસમાજના પ્રફુલ્લભાઇ વાસુ, આશિષભાઇ જોશી, ભરતેશભાઇ શાહ, મનસુખભાઇ રાબડીયા, ઓ.પી. મહેશ્ર્વરી, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ નયનાબા જાડેજા આ ઉપરાંત તપોવન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.