રાજ્યભરમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પણ વરસાદ જતાં-જતાં પણ વરસી રહ્યો છે. રાજ્યમાં બેવડી ઋતુના માહોલ વચ્ચે વરસાદની આગાહી છે. આજે વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
નવરાત્રિ બાદ શહેરમાં ફરીવાર વરસાદ થઈ રહ્યો છે. આજે વહેલી સવારે વાદળછાયા વાતાવરણમાં ધીમી ધારે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. બીજી બાજુ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાં ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.