Wednesday, January 15, 2025
Homeરાજ્યગુજરાતરાજયમાં હિટવેવની આગાહી વચ્ચે હવામાન પલટો

રાજયમાં હિટવેવની આગાહી વચ્ચે હવામાન પલટો

આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો 42 ડિગ્રી પહોંચવાની સંભાવના : રાજયના કેટલાક વિસ્તારોમાં સવારે છવાયું ગાઢ ધુમ્મસ

- Advertisement -

રાજયમાં આગામી પાંચ દિવસ હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તો બીજી તરફ રાજયના પંચમહાલ, મહીસાગર સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

- Advertisement -

રાજયમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેને જોઇને લાગુ છે કે, આ વખતે ઉનાળો આકરો સાબિત થશે. હાલ રાજયના મોટાભાગના શહેરમાં 40 ડિગ્રીથી તાપમાન જોવા મળે છે જેને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રાજયમાં આવનારા પ દિવસ દરમ્યાન ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી શકે છે. સાથે આવનારા ર દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છના, ગીર, સોમનાથ, કચ્છ, પોરબંદર અને રાજકોટમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યા છે કે, ગરમીનો પારો 43ને પાર કરી શકે છે. માટે લોકોને અપીલ છે કે, જરૂર વગર ઘરની બહાર ન નિકળે. સાથે રાજયના 9 શહેરોમાં ગરમીનો પારો આજે 40 થી 42 ડિગ્રી રહ્યો છે. જેમાં ભૂજ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ, અમદાવાદ, ડીસા અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આવી જ ગરમી જો રહેશે તો આ વખતે ગરમીના પડશે તો શહેરીજનોને ઘણી તકેદારી રાખવી પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular