Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરજામનગર પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન - VIDEO

જામનગર પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન – VIDEO

જામનગર સહિત દેશભરમાં આજે વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં વિજયાદશમી પર્વને અનુલક્ષીને શસ્ત્ર પૂજન, રાવણ દહન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ વિજયા દશમી પર્વ નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું પોલીસ હેડ કવાર્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જેમાં જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સેની, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, રાજેન્દ્ર દેવધા, વી.કે. પંડયા, એએસપી પ્રતિભા સહિતના અધિકારીઓ સીટી એ, સીટી બી, સીટી સી, એલસીબી, એસઓજી સહિતના સ્ટાફ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. અને શસ્ત્ર પૂજન તેમજ અશ્ર્વનું પૂજન કરી વિજયાદશમી પર્વ ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular