મુંબઈ કરન્સી બજાર બુધવારે બુદ્ધ પૂર્ણિમા તથા બેન્ક હોલીડે નિમિત્તે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારેજોકે ડોલર સામે રૂપિયાના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા. મુંબઈ શરેબજારમાં ફરી તેજી આવતાં તેના પગલે રૂપિયા બજારમાં આંતરપ્રવાહો બંધ બજારે મક્કમ રહ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ 6 કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ 89.64 વાળો ઉંચામાં 89.71 તથા નીચામાં 89.62 થઈ 89.62 રહ્યો હતો.
જોકે હાલ ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ 4 મહિનાના તળિયે ટ્રેન્ડ કરી રહ્યો હોવાનું વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યું હતું. બાવન સપ્તાહના તળિયામાં આ પૂર્વે વર્ષ દરમિયાન ડોલરનો ઈન્ડેક્સ નીચામાં 89.30 સુધી નોંધાયો હતો જયારે ઉંચામાં 999.23 સુધી પણ આ ગાળામાં પહોંચ્યો હતો. 2021ની ટોચ પરથી ગણતાં ડોલરનોો વૈશ્વિક ઈન્ડેક્સ આશરે 4 ટકા જેટલો અત્યાર સુધીના ગાળામાં તૂટયો છે.
વર્તમાન ત્રિમાસિકમાં વૈશ્વિક સ્તરે ડોલર કરન્સી સૌથી નબળી સાબીત થઈ છે આની સામે આ ગગાળામાં યુરોપની કરન્સી યુરોના ભાવ 4 ટકા તથા બ્રાઝિલની કરન્સી રીઆલના ભાવ 6 ટકા અને અન્ય કરન્સી યુઆનના ભાવ 3 ટકા ઉછળ્યા છે. ડોલરના વૈશ્વિક વાયદામાં મંદીવાળાની પોઝીશન વધી છે તથા તાજેતરમાં આવા વાયદામાં કુલ પોઝીશન વધી 15.86 અબજ ડોલર થતાં અઢી મહિનાની ટોચ જોવા મળી છે.
અમેરિકામાં ફેડરલ રિઝર્વ બોન્ડ બાઈંગ ચાલુ રાખવાનો સંકેત આપતાં ડોલરના ભાવ દબાણ હેઠળ રહ્યા છે. આ તરફ બ્રાઝીલ, રશિયા તથા તુર્કી જેવા દેશોએ વ્યાજના દર વધાર્યા છે જ્યારે અમેરિકાએ હજી વ્યાજના દર જાળવી રાખ્યા છે. આની આસર પણ વૈશ્વિક ડોલરના ભાવ પર નેગેટીવ જોવા મળી છે.
અમેરિકાના બોન્ડ તથા ટ્રેઝરી યીલ્ડ પણ નીચી જાય છે તથતા 2021ની ટોચ પરથી આશરે 17 પોઈન્ટ જેટલી ઘટી છે. મોર્ગન સ્ટેન્લીના જણાવ્યા મુજબ યુરો, બ્રિટીશ પાઉન્ડ તથથા ચીનની કરન્સી સામે ડોલરના ભાવ નીચા રહેવાની શક્યતા છે. ઓસ્ટ્રેલિયન ડોલર, ન્યુઝીલેન્ડ ડોલર તથા કેનેડીયન ડોલરના ભાવ અમેરિકન ડોલર સામે ઉંચા જવાની શક્યતા વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન ડોલર સામે ભારતનો રૂપિયો પણ ઉંચકાયો છે. એશિયાના વિવિધ દેશોની કરન્સીઓ સામે રૂપિયાનો દેખાવ વિશેષ શ્રેષ્ઠ રહ્યો છે. ભારતમાં હવે કોરોનાનો ઉપદ્રવ ક્ધટ્રોલમાં આવી રહ્યો છે. જેની પોઝીટીવ અસર કરન્સી બજારમાં રૂપિયા પર પડી રહી છે. મે મહિનામાં ભારતમાં રૂપિયામાં આશરે 1.70 ટકાની વૃદ્ધી નોંધાઈ છે.
જોકે એપ્રિલમાં રૂપિયો ગબડી નવ મહિનાના તળિયે ઉતરી ગયો હતો જે ત્યારબાદ ઝડપથી મજબૂત થતો જોવા મળ્યો છે. બાર્કલેઝના જણાવ્યા મુજબ આગળ ઉપર ડોલર સામે રૂપિયો વધુ ઉંચકાશે તથા રૂ.72.50 સુધી ડોલરના ભાવ જશે એવી શક્યતા છે. મંગળવારે ડોલરના ભાવ રૂ.72.78 રહ્યા હતા.