Wednesday, December 4, 2024
Homeરાષ્ટ્રીયઆપણે 5 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવવવા ઈચ્છીએ છીએ, પરતું આપણી ન્યાય વ્યવસ્થા...

આપણે 5 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનાવવવા ઈચ્છીએ છીએ, પરતું આપણી ન્યાય વ્યવસ્થા જર્જરિત : પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ

- Advertisement -

દેશની ન્યાય વ્યવસ્થા પર વારંવાર આંગળી ઉઠાવવામાં આવી છે, ન્યાય મેળવવા માટે વારંવાર કોર્ટના દૃાદૃરા ચઢવા પડતા હોય છે. દેશના પૂર્વ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ પણ આ વાત પર મોહર મારી છે, તેમણે કહ્યું કે છે આપણી ન્યાય વ્યવસ્થા ઘણી ભારરુપ છે અને જૂની છે, જેના કારણે સમય પર ન્યાય આપવામાં સફળતા મળતી નથી. રાજ્યસભાના સાંસદૃ બની ચુકેલા ગોગોઈ કહ્યું કે ન્યાય પ્રણાલી એ રીતે જર્જરીત થઈ ગઈ છે કે લોકો કોર્ટ જતા પસ્તાય છે. તેમણે એ પણ કહ્યું કે હવે કોર્ટ સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ રહી છે અને માત્ર પૈસાવાળા અને કોર્પોરેટ વર્લ્ડના લોકો જ કોર્ટની સીડીઓ ચઢવા માગે છે. તેમણે કોર્ટના સભ્યને સ્થિતિ બદૃલવા માટે પગલું ભરવાની અપીલ કરીને કહ્યું કે હાલની વ્યવસ્થા ઘણી રીતે કામ નથી આવી, માટે જજની નિમણૂક અને તેમની ટ્રેનિગમાં તાત્કાલિક બદૃલાવ લાવવાની જરુર છે. જસ્ટિસ ગોગોઈએ જજોની નિમણૂકમાં લેટ-લતીફીને પણ આ સમસ્યાનું કારણ ગણાવ્યું છે.

- Advertisement -

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે લોકોને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને વિવિધ આરોપ લગાવવામાં આવે છે, શું તેમની સામે તેઓ કેસ દૃાખલ કરશે, જેના જવાબમાં જસ્ટિસ ગોગોઈએ કહ્યું, જો તમે કોર્ટ જાવ તો એ જ થશે કે આ બાબતો પર કોર્ટમાં પણ મુદ્દો બનશે, નહીં કે ન્યાય મળશે. ગોગોઈએ આ મુદ્દા પર આગળ કહ્યું કે, “મને એવું કહેવામાં કોઈ ખચકાટ નથી કે કોર્ટ કોણ જાય છે. તમે કોર્ટમાં જશો તો પસ્તાવો થશે. તમે કોર્પોરેટ વર્લ્ડથી છો તો એક તક શોધવા માટે કોર્ટ જાવ છો. જો જીતી ગયા તો કરોડો રુપિયા આવી જશે. જસ્ટિસ ગોગોઈએ કહ્યું, અમે પાંચ લાખ કરોડ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા માગીએ છીએ પરંતુ આપણી પાસે જર્જરીત ન્યાય વ્યવસ્થા છે.. ૨૦૨૦માં જ્યારે ન્યાય વ્યવસ્થા સહિત દૃરેક સંગઠનનું કામકાજ બિલકુલ મંગ પડી ગયું તો નીચલી કોર્ટમાં ૬૦ લાખ જ્યારે અલગ-અલગ કોર્ટ્સમાં લગભગ ૩ લાખ જ્યારે સુપ્રિમ કોર્ટમાં લગભગ ૬થી૭ હજાર નવા કેસ આવી ગયા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular