Wednesday, April 16, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ, ફરી કચરાના ડુંગર ખડકાવાનુ શરૂ... -...

જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ, ફરી કચરાના ડુંગર ખડકાવાનુ શરૂ… – VIDEO

- Advertisement -

જામનગર શહેરમાંથી કચરો એકઠો કરીને વેસ્ટ ટુ એનર્જી કંપનીમાં સપ્લાય કરવામાં આવે છે અને કંપની દ્વારા વીજળીનુ ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ આ પ્લાન્ટ છેલ્લા બે સપ્તાહથી વધુ સમયથી બંધ છે. જેના કારણે દૈનિક એકઠો થતો કચરો ફરી ગુલાબનગરથી આગળના વિસ્તારમાં આવેલ ડમ્પીંગ પોઈન્ટમાં ફરી ઠલવવામાં આવે છે.

જામનગર શહેરમાં મહાનગર પાલિકા દ્વારા શહેરમાંથી ડોર-ટુ-ડોર કલેકશન કરીને ગાંધીનગર વિસ્તારમાં આવેલી વેસ્ટ ટુ એનર્જી કંપનીમાં પ્રોસેસીંગ કરવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લા બે સપ્તાહથી આ પ્લાન્ટ બંધ હોવાથી કચરાનો મોટો જથ્થો દૈનિક ફરી ગુલાબનગર નજીક ડમ્પીંગ પોઈન્ટમાં ઠલવવામાં આવે છે. શહેરમાંથી દૈનિક અંદાજીત 350 ટન કચરો એકઠો થતો હોય છે. જેને છેલ્લા બે સપ્તાહથી ગુલાબનગર નજીક ડમ્પીંગ પોઈન્ટમાં ઠલવવામાં આવે છે. વેસ્ટ ટુ એનર્જી કંપનીમાં સટડાઉન હોવાથી હાલ છેલ્લા કેટલાક દિવસોથી કંપની બંધ હાલતમાં છે. હજુ પણ થોડા દિવસો સુધી આ પ્લાન્ટ બંધ રહેશે તેવુ અનુમાન છે.

- Advertisement -

પ્લાન્ટ બંધ હાલતમાં હોવાથી કંપનીમાં કચરાના ઢગ થયા છે. જેના કારણે આસપાસના લોકોને કચરાની દુર્ધગથી પરેશાન છે. આ ઉપરાંત સ્થાનિકોની ફરીયાદ છે. જો કંપની કાર્યરત હોય તો હવા અને અવાજનુ પ્રદુષણથી આસપાસના રહેણાક વિસ્તારના લોકો પરેશાન થાય છે. જે અંગે તંત્રને અવાર-નવાર રજુઆતો કરવામાં આવી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular