Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરવોર્ડ નં. 10માં ભાજપાના સ્થાપનાદિનની ઉજવણી

વોર્ડ નં. 10માં ભાજપાના સ્થાપનાદિનની ઉજવણી

પુર્વમેયર હસમુખ જેઠવાના નિવાસસ્થાન ઉપરાંત ગોમતિપુર, ચારણફળી અને રાજપાર્કમાં ઉજવણી

આજરોજ તા. 6 એપ્રિલના ભાજપાના 44માં સ્થાપના દિવસની સમગ્ર ભારતવર્ષના શક્તિ કેન્દ્ર, બુથ એકમ તથા વોર્ડમાં ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી થઇ રહી છે. ત્યારે જામનગર મહાનગર ભાજપાની યોજના હેઠળ વોર્ડ નં. 10માં પૂર્વમેયર હસમુખભાઇ જેઠવાના ઘરે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પ્રદેશ અગ્રણી મુકેશભાઇ દાસાણીના નેતૃત્વમાં વોર્ડ નં. 10ના પ્રમુખ રાજેશ નાનાણી, મહામંત્રી કૈલાશ જેઠવા, દિનેશભાઇ ચૌહાણ, પૂર્વમેયર હસમુખ જેઠવા, વોર્ડના કોર્પોરેટર ક્રિષ્નાબેન સોઢા, આશાબેન રાઠોડ, પાર્થ જેઠવા, મુકેશ માતંગ, યુવા મોરચા વોર્ડ મહામંત્રી મનિષભાઇ સોઢા, વોર્ડ સંગઠન ટીમની ઉપસ્થિતિમાં ભાજપાનો જંડો ફરકાવ્યો હતો. ત્યારબાદ પૂર્વ અધ્યક્ષ મુકેશ દાસાણીએ સ્થાપના દિવસ અંગે ઉદ્બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીનું મનોબળ મજબૂત કરીએ એ જ સૌથી મોટી રાષ્ટ્ર સેવા બની રહેશે. વિચારધારા સાથે જોડાઇ રહીએ અને અન્યને જોડીએ તે જ પાર્ટીની સેવા ગણાશે.

કોર્પોરેટર પાર્થ જેઠવાએ રાષ્ટ્રપતિના અભિભાષણનું વાંચન કર્યું હતું અને જે.પી. નડ્ડા તેમજ નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ ઉદ્બોધન નિહાળ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નં. 10ના ગોમતિપુર, ચારણફળી તેમજ રાજપાર્કના વરિષ્ઠ આગેવાનો તેમજ સિનિયર કાર્યકર્તાઓ દ્વારા પણ સ્થાપના દિવસની ઉજવણી થઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular