Saturday, April 12, 2025
Homeરાજ્યજામનગરવોર્ડ નં. 1ના કોર્પોરેટર દ્વારા આરટીઆઇ હેઠળ લમ્પિ વાયરસ સંબંધિત કાર્યવાહીની માહિતી...

વોર્ડ નં. 1ના કોર્પોરેટર દ્વારા આરટીઆઇ હેઠળ લમ્પિ વાયરસ સંબંધિત કાર્યવાહીની માહિતી મંગાઇ

જામનગરમાં લમ્પિ વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે વોર્ડ નં. 1ના કોર્પોરેટર નુરમામદ પલેજા દ્વારા કમિશનર પાસે લમ્પિ વાયરસ સંબંધિત કામગીરીની આરટીઆઇ અંતર્ગત માહિતી માગવામાં આવી છે.

- Advertisement -

જેમાં લમ્પિ વાયરસ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરેલ મિટિંગોની કાર્યવાહીની નકલ, રસિકરણથી લઇ મૃતદેહના નિકાલ સુધીની કાર્યવાહી માટે લાઇઝન ઓફિસરની નિમણૂંક કરી હોય તો તેની માહિતી, મહાનગરપાલિકાએ સ્વભંડોળમાંથી ખર્ચેલ રકમની માહિતી ગુજરાત સરકાર દ્વારા ફાળવેલ રકમ લમ્પિ વાયરસથી થયેલા ગાયોના મૃત્યુની સંખ્યા, રસિકરણ સહિતના વિવિધ મુદ્ાઓ અંગે માહિતી માગવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular