
દ્વારકા જિલ્લા પ્રસિધ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યુ. જેમાં ભારતીય નેવી, કોસ્ટગાર્ડ, આર્મી, મરીન પોલીસ, ફોરેસ્ટ વિભાગ, સ્થાનિક તંત્ર સહીત તમામ એજન્સીઓ દ્રારા સંયુકત કવાયત કરવામાં આવી હતી. બેટ-દ્રારકા ચારેય તરફ દરીયોકિનારો તેમજ પાકિસ્તાનથી નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટીએ સંવેદનશીલ ગણાય છે. ત્યારે તેની સુરક્ષાની કરતા તમામ વિવિધ એજન્સીઓની સંયુકત કરવામાં આવી.
ગુજરાતના પશ્ચિમી તટ પર સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવા અને વ્યૂહાત્મક ટાપુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચાલુ પ્રયાસોને ધ્યાનમાં લેતા, બેટ દ્વારકામાં “EX જલ થલ રક્ષા 2025” નામની એક મહત્વપૂર્ણ સૈન્ય કસરત આયોજિત કરવામાં આવી હતી. આ કસરતમાં આર્મીની અમદાવાદ આધારિત 11 ઇન્ફન્ટ્રી ડિવિઝન, જામનગર આધારિત 31 ઇન્ફન્ટ્રી બ્રિગેડ, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ સહભાગી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રશાસન, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, એનએસજી, મત્સ્યખાતા, કસ્ટમ્સ અને વન વિભાગના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.