Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoવડોદરાની સ્કૂલમાં ચાલુ કલાસે દિવાલ પડતા દુર્ઘટના : શ્વાસ થંભાવતા સીસીટીવી

વડોદરાની સ્કૂલમાં ચાલુ કલાસે દિવાલ પડતા દુર્ઘટના : શ્વાસ થંભાવતા સીસીટીવી

વડોદરાથી મોટી દુર્ઘટના સામે આવી હતી. જેના સીસીટીવી જોતા શ્વાસ થંભી જાય છે. વડોદરાની વાઘોડિયા-ડભોઇ રીંગરોડ પર નારાયણ સ્કૂલની દિવાલનો એક હિસ્સો તૂટી પડયો અને બેંચ સહિત બાળકો નીચે પડયા.

- Advertisement -

- Advertisement -

ગુરૂકુલ ચાર રસ્તા પાસેથી નારાયણ વિદ્યાલય સ્કૂલની દિવાલનો એક હિસ્સો ધરાશાયી થવાની ચકચારી ઘટના સામે આવી છે. સ્કૂલમાં રીસેસનો સમય હતો ત્યારે બાળકો કલાસ રૂમમાં બેસીને નાસતો કરી રહ્યા હતાં અને અચાનક જ દિવાસનો હિસ્સો નીચે ખસી ગયો હતો અને એક તરફ બેઠેલા બધા બાળકો બેંચ સહિત ફ્સ્ટ ફલોરથી નીચે પડી ગયા હતાં. જેમાં છ બાળકો નીચે પડતા ઘાયલ થયા હતાં. આ સીસીટીવી જોઇને રૂવાળા ઉભા થઈ જાય છે કે જેવી રીતે આરામથી લંચબે્રકનો આનંદ માણસતા બાળકો પર અચાનક જ આવી સમસ્યાનો પહાડ તૂટી પડે છે. આ વીડિયો જોઇને શાળામાં બાળકોની સુરક્ષાને લઇને પ્રશ્નો ઉઠયા છે. ત્યારે પૈસા ભરીને શિક્ષણ મેળવતા માસુમ બાળકોનો શો વાંક છે ??

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular