ઓરિસ્સા રાજ્યના કટક જિલ્લાના ફકીરપુર ગામના મૂળ વતની અને હાલ ઓખામાં રહેતો સંગ્રામ પ્રદીપકુમાર દાસ નામનો 21 વર્ષનો યુવાન મીઠાપુર નજીકના આરંભડા સીમ વિસ્તારમાં આવેલી એલ એન્ડ ટી કંપનીના કેમ્પમાં ડમ્પિંગ સાઈટ વિસ્તારમાં આવેલા કાચા રોડ પરથી ચાલીને જઈ રહ્યો હતો ત્યારે આ માર્ગ પર સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જીજે-01- ડીવી-2893 નંબરના એક ડમ્પર ટ્રકના ચાલકે સંગ્રામ દાસને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત સર્જીને આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકીને નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ઓખામાં રહેતા જયપ્રકાશ રામલાલ ત્રિપાઠીની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટોરસ ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.