રખડતા ઢોરના ત્રાસે અનેક લોકોને અડફેટે લીધા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ વધુ એક ઘટના હરિયાણાના હિસાર જીલ્લામાંથી સામે આવી છે. જેમાં એક વિફરેલી ગાયે સાધ્વીને આડેધડ શીંગડા મારી કચડી નાખ્યા હતા જેના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે.
આ CCTV ફૂટેજ હાંસીના છે. જેમાં જોઈ શકાય છે કે રસ્તા પરથી પસાર થઈ રહેલા જૈન સાધ્વીને ગાયે દોડીને પછાડી દીધા હતા. અને ત્યારબાદ વીફરેલી ગાય આડેધડ શિંગડા મારવા લાગે છે અને પગેથી કચડી નાખે છે. સાધ્વીને બચાવવા માટે લોકો દોડી આવે છે. ત્યાં સુધીમાં ગાય સાધ્વીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દે છે.