Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન

ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘ સહિતના નેતાઓએ કર્યું મતદાન : મોડી રાત સુધીમાં આવશે પરિણામ

- Advertisement -

ઉપરાષ્ટ્રપતિપદ માટે આજે વોટિંગ શરૂ થયું છે. NDA તરફથી જગદીપ ધનખડ અને વિપક્ષ તરફથી માર્ગરેટ અલ્વા ઉમેદવાર છે. આ ચૂંટણીમાં સંસદનાં બંને ગૃહોમાં સભ્યો મતદાન કરશે. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વોટિંગ થશે. એ પછી કાઉન્ટિંગ થશે. મોડી સાંજે રિઝલ્ટ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે સૌથી પહેલાં મત આપ્યો હતો. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ તેમજ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘ પણ વ્હીલચેર પર આવીને મતદાનમાં ભાગ લીધો હતો.

- Advertisement -

બંને ગૃહમાં કુલ 788 સભ્ય છે. આંકડાના હિસાબથી NDAના ઉમેદવાર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. માર્ગરેટ અલ્વા તેમને ટક્કર આપી રહ્યાં છે. હાલ લોકસભામાં 543 સાંસદ છે, જ્યારે રાજ્યસભામાં 245માંથી 8 સીટ ખાલી છે

એટલે કે ઈલેક્ટોરલ કોલેજ 780 સાંસદની છે. મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણીમાંથી દૂર રહેવાની વાત કહી છે. ઝખઈના 36 સાંસદ છે. આ રીતે 744 સાંસદ વોટિંગમાં ભાગ લેશે. જો આ બધા સાંસદ વોટિંગમાં ભાગ લે છે તો બહુમતીનો આંકડો 372 રહેશે. BJPના પોતાના 394 સાંસદ છે, આ સંખ્યા બહુમતીના આંકડા કરતાં વધુ છે. આ રીતે જોવામાં આવે તો BJP એકલી જ જગદીપ ધનખડને જિતાડી શકે છે. NDAની વાત કરીએ તો 441 સાંસદ છે, 5 નોમિનેટેડનો પણ સાથ છે. આ રીતે ધનખડના પક્ષમાં 446 વોટ થઈ જાય છે. આ બધા વોટથી NDA જીતનું અંતર વધારવા માગે છે. NDAના સાંસદોને કારણે ધનખડને મોટા પ્રમાણમાં સમર્થન મળતું દેખાઈ રહ્યું છે. આ સિવાય BJD, YSRC, BSP, TDP, અકાલી દળ અને શિંદે ગ્રુપનું પણ સમર્થન પ્રાપ્ત છે. તેના 81 સાંસદ છે. આંકડાના હિસાબથી જગદીપ ધનખડને 372થી વધુ વોટ મળતા દેખાઈ રહ્યા છે. આ આંકડો લગભગ 70 ટકાની નજીક રહી શકે છે. ગત ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એમ. વેંકૈયા નાયડુને લગભગ 68 ટકા વોટ મળ્યા હતા. આ હિસાબથી એમ માનવામાં આવી રહ્યું છે કે ધનખડ આ ચૂંટણીમાં વેંકૈયા નાયડુને પાછળ છોડી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular