Sunday, January 18, 2026
Homeરાજ્યજામનગરજુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ ના 12 ટ્રસ્ટીઓની ચુંટણી માટે મતદાન

જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ ના 12 ટ્રસ્ટીઓની ચુંટણી માટે મતદાન

જામનગર શહેર સુન્નિ-મુસ્લિમ સમાજની સૌથી મોટી વકફ સંસ્થા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડની ચૂંટણી આજરોજ ટાઉનહોલમાં યોજાઈ હતી. જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના 12 ટ્રસ્ટીઓની ચૂંટણી માટે 20 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ચૂંટણી કમિશ્ર્નર હાજી હસન ભંડેરીની ઓફીસે ફોર્મ ભરાયા બાદ 21મીએ ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે સવારે 11 વાગ્યાથી મતદાન નો પ્રારંભ થયો હતો. જે બપોરે 4 વાગ્યા સુધી ટાઉનહોલમાં મતદાન યોજાયું હતું. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તૂરંત મત ગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી સુચારું રૂપ થી યોજાઇ તે માટે ચૂંટણી કમિશ્ર્નર તરીકે નિયુકત વકિલ હાજી હસન ભંડેરી તેમજ શહેર ચુંટણી કમિશ્ર્નર ફારૂખ એચ. રિંગણીયા તથા જામ્યુકોના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી તેમજ ચુંટણી સહાયકો તરીકે જાહીદ સર પંજા, યુસુફભાઇ ખફી, એડવોકેટ હમીદભાઈ દેદા, ઈબ્રાહિમભાઈ સીદી, ગુલજારભાઇ ખીર, અબરારભાઈ ગજિયા, ડોકટર ઝાહીદભાઈ રાઠોડની નિમણુંક કરવામાં આવી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular