જામનગર જિલ્લાની પાંચ અને દ્વારકા જિલ્લાની બે સહિત કુલ સાત વિધાનસભા બેઠકો માટે આજે મતદાનનો પ્રારંભ થયો છે. વહેલીસવારથી જ મતદાન મથકોએ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી અને મતદારોમાં આ લોકશાહીના પર્વમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગરના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી વસુબેન ત્રિવેદીએ આજે સવારે તેના પતિ નરેન્દ્રભાઈ ત્રિવેદી, પુત્ર દક્ષ અને પુત્રવધૂ અભિ દક્ષ ત્રિવેદી મતદાન કર્યુ હતું.