જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ત્રણ દિવસ પૂર્વે હોમગાર્ડ અને એસઆરપીના જવાનો દ્વારા એમ.પી. મ્યુનિસીપલ કોમર્સ કોલેજ ખાતે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આ મતદાન એક પક્ષીય થયું હોવાની કોંગે્રસના ખંભાળિયા ધારાસભ્ય વિક્રમ માડમ તથા શહેર પ્રમુખ અને પૂર્વ વિપક્ષી નેતા સહિતના આગેવાનો દ્વારા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને આ મતદાન ખોટી રીતે અને એક પક્ષીય કરાયું હોવાની ઉગ્ર રજૂઆત કરી આ મતદાન રદ્દ કરવાની માગણી કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લા કલેકટર રવિ શંકર દ્વારા 400 મતો રદ્દ કરવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ આજે ફરીથી હોમગાર્ડ અને એસઆરપીના જવાનો દ્વારા બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જામનગરના ઈતિહાસમાં પ્રથમ વખત જ આ પ્રકારે થયેલા મતદાનને રદ્દ કરવામાં આવ્યું હતું.