Tuesday, April 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મતદાન જાગૃતિલક્ષી સ્લોગન સ્પર્ધા યોજાઈ

જામનગરમાં ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મતદાન જાગૃતિલક્ષી સ્લોગન સ્પર્ધા યોજાઈ

- Advertisement -

સમગ્ર જામનગર જિલ્લામાં આગામી લોકસભા ચૂંટણી-2024 ને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પ્રકારે મતદાન જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર શહેરમાં સ્થિત ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ થીમ આધારિત સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ઉક્ત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પર સેકન્ડ યર બી.એસ.સી.ની વિદ્યાર્થીની ત્રિવેદી ઉર્વશી, દ્વિતીય ક્રમાંક પર ફર્સ્ટ યર બી.એ.ની વિદ્યાર્થીની પરમાર પ્રીતિ અને તૃતીય ક્રમાંક પર ફર્સ્ટ યર બી.એસ.સી.ના વિદ્યાર્થી નકુમ સંતોષે સ્થાન મેળવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે આર્ટ્સ સ્ટ્રીમના પ્રાધ્યાપક એસ.એન.માંકડ, પ્રાધ્યાપક બી.એસ.ઠાકર, પ્રાધ્યાપક કે.એ.નળિયાપરા, સાયન્સ સ્ટ્રીમના પ્રાધ્યાપક વી.સી.શીખલીયા અને એફ.એચ.માંકડે સેવા આપી હતી. તેમ ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular