જામનગરમાં સામાજીક અગ્રણી જીગરભાઇ માડમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરની જી.જી. હોસ્પિટલમાં વ્હીલચેર તથા સ્ટ્રેચરનું અનુદાન આપવામાં આવ્યું હતું.
જીગરભાઇ માડમે જણાવ્યું હતું કે તેમના દાદી, માતાની પુણ્યતિથિ નિમિતે છેલ્લા આઠેક વર્ષથી આ સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આ વર્ષે પણ જામનગર જી.જી. હોસ્પિટલમાં 5 વ્હીલચેર તથા 5 સ્ટ્રેચર અર્પણ કરવામાં આવ્યા હતાં. આ તકે જીગરભાઇ માડમ, કુણાલભાઇ માડમ, સાગરભાઇ માડમ, ગૌરવભાઇ માડમ, કાનાભાઇ માડમ, જતીનભાઇ માડમ, શિવ માડમ, આરો માડમ, ઘ્યાનાબેન માડમ, માહિર માડમ, દિનેશ ગોધમ, નવીનભાઇ લાખાણી, ભરતભાઇ, રમેશભાઇ ગાગલીયા, કનુભાઇ બોસ, મીતેષ ભટ્ટ, ઇસ્માઇલભાઇ, દિપક ચુડાસમા, હિરેન ડાંગર, વિરલ કારીયા, રાકેશ રાજ્યગુરૂ, જયેશ દોશી, કારા ચાવડા, રાજુ મેર, દિલીપ રાવલીયા, રામભાઇ ચાવડા, નરેન્દ્ર રામ, હેત માનસતા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
View this post on Instagram


