Saturday, July 27, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં શિક્ષણાધિકારીની શાળાઓમાં મુલાકાત

દ્વારકા જિલ્લામાં શિક્ષણાધિકારીની શાળાઓમાં મુલાકાત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવાળીના મીની વેકેશન બાદ બીજા શૈક્ષણિક શાસ્ત્રનો તાજેતરમાં પ્રારંભ થયો છે. જેમાં જિલ્લાની તમામ સરકારી તથા ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે. ત્યારે જુદી જુદી શાળાઓમાં શૈક્ષણિક તેમજ બાળકોલક્ષી પ્રવૃત્તિઓ નિહાળવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયાએ ગ્રામ્ય વિસ્તારની શાળાની ખાસ મુલાકાત લીધી હતી.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના કોલવા ગામની સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળાની મુલાકાત દરમિયાન શિક્ષણાધિકારીએ નાના બાળકો તેમના ગુરુજી સાથે શ્રમયજ્ઞ કરતા નિહાળ્યા હતા. જેમને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત આ શાળામાં સ્વચ્છતા યજ્ઞ તેમજ આ શાળામાં નિર્માણ થયેલી બાળ કિલ્લોલ નગરીની પણ ખાસ મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત શનિવારે દ્વારકા તાલુકાના કુરંગા ગામે પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન શિક્ષણ અધિકારી દ્વારા બાળકો સાથે ભોજન લઈને વિવિધ માહિતી મેળવી અને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે ’બાળ દેવો ભવ:’ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક થયાનો અનુભવ કરાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular