Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજિલ્લા પોલીસવડા દ્વારા શસ્ત્રપ્રદર્શનની મુલાકાત

જિલ્લા પોલીસવડા દ્વારા શસ્ત્રપ્રદર્શનની મુલાકાત

રાજ્ય સરકાર દ્વારા જામનગરના આંગણે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત તા.1 થી 3 મે સુધી પોલીસ વિભાગ દ્વારા અદ્યતન અને પુરાતત્વ શસ્ત્રનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ શસ્ત્ર પ્રદર્શનના અંતિમ દિવસે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ એ મુલાકાત લીધી હતી.

- Advertisement -

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ગુજરાતી જામનગરમાં કરવામાં આવી હતી. જે અંતર્ગત જામનગરમાં ત્રણ દિવસ માટે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની જનતાએ કયારેય પણ ન જોયા હોય તેવા શસ્ત્રો તેમજ અનેક પ્રકારની રાયફલ, પિસ્તોલ સહિતના શસ્ત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યાં હતાં. આ શસ્ત્ર પ્રદર્શનનો ગઈકાલે અંતિમ દિવસ હતો. ત્યારે સત્યસાંઈ સ્કૂલના પેલેસ ગ્રાઉન્ડમાં ચાલી રહે શસ્ત્ર પ્રદર્શનની મુલાકાતે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ પણ પહોંચ્યા હતાં અને પ્રદર્શન નિહાળવા આવેલા બાળકો સાથે એસપીએ ચર્ચા કરી શસ્ત્રો અંગે સમજૂતી પણ આપી હતી. તેમજ આ તકે બાળકોએ તથા નાગરિકોએ જિલ્લા પોલીસવડા સાથે ‘સેલ્ફી’ પણ લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular