વાઇસ એડમિરલ સંદીપ નાથાણી, AVSM, VSM ચીફ ઓફ મેટરિયલએ 02 થી 04 સપ્ટેમ્બર સુધી INS વાલસુરાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, એડમિરલે વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી હતી અને સ્થાપનાની તાલીમ સુવિધાઓની મુલાકાત લીધી હતી. COM એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં તાલીમ સુવિધાઓની પ્રગતિશીલ વૃદ્ધિની પ્રશંસા કરી હતી. તેમણે 04 સપ્ટેમ્બરના રોજ આયોજિત ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને ક્રિપ્ટોગ્રાફી પર વર્કશોપ દરમિયાન મુખ્ય વક્તવ્ય પણ આપ્યું અને દરિયામાં સર્વોપરિતા જાળવવા માટે ભારતીય નૌકાદળને ઉભરતી ટેકનોલોજી સાથે સતત રહેવાની જરૂરિયાત પર માહિતી પૂરી પડી હતી. એડમિરલે વાલસુરા પરિવાર સાથે વાતચીત કરી અને કોવિડ -19 રોગચાળાના પડકારો હોવા છતાં ગુણવત્તાયુક્ત તાલીમ આપવામાં તેમની પ્રશંસનીય ભૂમિકા બદલ તેમની પ્રશંસા કરી હતી. COMની સાથે ઉત્તર પ્રદેશના નેવી વાઈવ્સ વેલ્ફેર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ મંજુ નાથાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.