મુંબઈમાં આજે બપોરેના 12 વાગ્યાના સમય આસપાસ લાલબાગમાં આવેલ કરી રોડ પર બહુમાળી અવિઘ્ના બિલ્ડીંગમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. 60 માળની આ બિલ્ડીંગમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કાબુમાં લેવા માટે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી છે. આ વિકરાળ આગનો એક વિડીઓ સામે આવ્યો છે જેમાં પોતાનો જીવ બચાવવા માટે એક વ્યક્તિ 19માં માળે બાલ્કનીમાં લટક્યો હતો અને નીચે પટકાય છે.
મુંબઈના કડી રોડ વિસ્તારમાં અવિઘ્ના પાર્ક નામની 60 માળની બિલ્ડીંગના 19માં માળે વિકરાળ આગ ફાટી નીકળી છે. આગ લાગી ત્યાં 100 જેટલા લોકો ફસાયા છે. જેના બચાવ કાર્ય માટે અને આગને કાબુમાં લેવા માટે ફાયરની 25 જેટલી ટીમ કામે લાગી છે.