Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં રસીકરણને લઇને વિજય રૂપાણીએ કહી આ મોટી વાત

ગુજરાતમાં રસીકરણને લઇને વિજય રૂપાણીએ કહી આ મોટી વાત

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે રોજ રસીકરણને લઇને સંબોધન કર્યું હતું. તેમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારી રસીકરણ કેન્દ્ર પર 18 વર્ષથી ઉપરના તમામ લોકોને  વિનામૂલ્યે રસી આપવામાં આવશે. રાજ્યમાં ત્રણ તબ્બકામાં રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ ત્રણ તબ્બકા માટે કેન્દ્ર સરકાર દ્રારા 1,27,75000 ડોઝ ગુજરાતને આપવામાં આવ્યા છે. પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડના  3.70લાખ અને  હૈદરાબાદની ભારત બાયોટેકના 3.30લાખ વેક્સિનનો ડોઝ મળીને રાજ્યમાં 7લાખથી વધુ વેક્સિનના ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે.આ ઉપરાંત ત્રીજી રસી પણ બજારમાં આવી રહી છે.

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે અત્યાર સુધી ગુજરાતમાં 1.20 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.જે પૈકી 95.64લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં 6હજારથી વધુ રસીકરણ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. સીએમએ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન લેવા માટે અપીલ કરી હતી. ઉપરાંત જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્રારા વેક્સીનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

ઉપરાંત સીએમએ વધુમાં જણાવ્યું હતું કે 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સિનેશન ટૂંક સમયમાં શરું કરી દેવામાં આવશે. જો વિલંબ થશે તો પણ જેને રસી આપવાની છે તે તમામને રસી મળશે. કોવીશીલ્ડ અને કોવેક્સિન ઉપરાંત ત્રીજી રસી પણ બજારમાં આવવાની છે તેવી પણ મુખ્યમંત્રી દ્રારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે હવે રસી આપવા માટે અઢી કરોડ ડોઝ માટે ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. 15 દિવસમાં ગુજરાતને વેક્સિન મળી જશે. રાજ્યને પૂરતા ડોઝ મળી જાય ત્યારબાદ 18 વર્ષ ઉપરના લોકોને વેક્સિન આપી શકીશું તેમ મુખ્યમંત્રી દ્રારા જણાવવામાં આવ્યું છે. માટે 1મે થી 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરુ ન થાય તેવી સંભાવનાઓ છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular