સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરમાં ભારે વરસાદના પરિણામે નદી અને ડેમ છલકયા છે. જુનાગઢ જીલ્લામાં ધોધમાર વરસાદના પરિણામે જીલ્લાની નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. પરંતુ કેશોદ તાલુકાના બામણસા નજીકથી પસાર થઇ રહેલ ઓઝત નદીના પ્રવાહમાં એક દીપડો તણાઈ આવ્યો છે. જેનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વિડીઓમાં જોઈ શકાય છે કે દીપડો નદીના પાણીમાં તણાઈ આવતા આસપાસના લોકો પણ ચીસો પાડી રહ્યા છે. અને ભયનો માહોલ સર્જાયો છે. આ વાયરલ વિડીઓ બાદ વનવિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.