ગુજરાતમાં અવારનવાર જાહેરમાં અસામાજિક તત્વોના આતંકના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે આજે રોજ સુરતમાંથી બુટલેગર શિવા અને તેના સાથીઓએ બજારમાં રૌફ જમાવવા માટે તલવાર અને લાકડી સાથે નીકળ્યા હતા. અને અપશબ્દો બોલી દાદાગીરી કરી રહ્યા હોવાનો વિડીઓ સામે આવ્યો છે.
સુરતના ભાઠેના વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. સુરતમાં દિવસેને દિવસે દાદાગીરીની ઘટનાઓ વધતા સામાન્ય નાગરિકો ભયભીત બન્યા છે. . બુટલેગર શિવા અને તેના સાથીઓનો સરાજાહેર તલવારથી લોકોને ડરાવી ધમકાવી તોડફોડ કરી રહ્યા હોવાનો વિડીઓ સામે આવ્યો છે. કોઈ જાગૃત નાગરિકે પોલીસને બુટલેગરની ગેંગના દારુ-જુગારના ધંધાની બાતમી આપી હતી અને બાદમાં તેઓએ દિવાળી ટાણે બજારમાં લોકોની ભીડ હોવા છતાં પણ દુકાનોમાં તોડફોડ કરી તેઓએ આતંક મચાવ્યો હતો. ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.