સોશિયલ મીડિયા પર અવાર-નવાર ઘણાં વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે બાઈક પર સ્ટંટ કરતા ત્રણ મિત્રો જાણે મૃત્યુનો સ્પર્શ કરીને પાછા ફર્યા હતાં તે વીડિયો જોતા જ રૂવાડા ઉડી જશે.
Lucky him!
pic.twitter.com/gd879yG29E— Ghar Ke Kalesh (@gharkekalesh) February 16, 2025
માર્ગ અકસ્માત કયારે અને કેવી રીતે થાય તે કહેવું મુશ્કેલ છે. ત્યારે તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો જે જોઇને તમે ચોંકી જશો. જેમાં બાળક પર સવાર ત્રણ યુવાનો કેવી રીતે કાર અને ભારે વાહન વચ્ચે જ બાઈક કાઢવાનો પ્રયાસ કરતી વખતે ઉંધે કાન પડે છે અને જાણે પ્રાણ પંખીડા ઉડતા ઉડતા બચી ગયા તેવો અનુવભ કરે છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે એક બાઈક ચાલક પાછળથી કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે જ્યારે તે કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે ત્યારે બાઈક કાર સાથે સહેજ અથડાય છે. અને ત્રણેય યુવાનો રસ્તા પર પડી જાય છે. પડયા પછી તેઓ ભારે વાહન તરફ વળે છે એ તો નસીબ સારું હતું કે, વાહનનું ટાયર તો તેને સ્પર્શી ગયું. નહીંતર તે પોતાનો જીવ ગુમાવી બેઠા હોત. આમ, હાઈવે પર ભારે વાહનો વચ્ચેથી ધમધમાટ કરતા નીકળતા બાઇકચાલકો એ સાવધાની રાખવાની જરૂર છે. કયારેક વધુ પડતી હોશિયારી મુશ્કેલમાં મૂકે દે છે.


