વડોદરમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિકની કોલેજમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે પોલીસની હાજરીમાં ઘર્ષણ થયાનો વિડીઓ સામે આવ્યો છે. પોલિટેકનિક કોલેજમાં એક વિદ્યાર્થી પેઇન્ટિંગ કરી રહ્યો હોય અને NSUIના કાર્યકરોએ આવીને ધમકાવીને તું ABVPમાં કેમ કામ કરે છે અને સોશિયલ મીડિયામાં કેમ પોસ્ટ રાખે છે તેમ કહી માર માર્યો હતો. બાદમાં ABVPના કાર્યકરો મેનેજમેન્ટ પાસે રજુઆત કરવા ગયા હતા પરંતુ, મેનેજમેન્ટ દ્વારા કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
#gujarat #vadodara #videonews #updates #Khabargujarat
વડોદરમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિકની કોલેજમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે પોલીસની હાજરીમાં ઘર્ષણ
For more detail visit our website https://t.co/jxHjz1fmvq pic.twitter.com/LL1BCMWhkz
— Khabar Gujarat (@khabargujarat) December 27, 2021
બાદમાં ધારણા ઉપર બેઠેલા ABVPના કાર્યકરો પાસે NSUIના કાર્યકરો આવી પહોચ્યાં હતા અને બન્ને જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. અને મામલો થાળે પાડવા આવેલી પોલીસની સામે પણ બંને જૂથના કાર્યકરો મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. કાર્યકરોએ પોલીસ જીપનો ઘેરાવ કરવા છતાં પોલીસ મુક પ્રેક્ષક બનીને તમાશો જોતી રહી હતી. જોકે, પોલીસે આ બનાવમાં NSUIના બે કાર્યકરોની અટકાયત કરી હતી.