ભાણવડ ગામના ગાયત્રીનગર વિસ્તારમાં કબ્રસ્તાન પાસે રહેતા એક જ પરિવારની ત્રણ મહિલાઓ દ્વારા ઝેરી દવા પી આપઘાત કરતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઇ છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘનનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી કયા કારણોસર આપઘાત કયો? તે દિશામાં તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં આવેલા ગાયત્રીનગર વિસ્તારમાં કબ્રસ્તાન પાસે રહેતા મુળ જામનગરના અને હાલ ભાણવડના જેનમબાનુ કાસમખાન સરવણિયા (ઉ.વ.63) નામના વૃદ્ધા અને તેની પુત્રી નુરજાબાનુ નુરમામદ શેખ (ઉ.વ.42) તથા પૌત્રી સાહિસ્તા ઉર્ફે સોનુ નુરમામદ શેખ (ઉ.વ.18) નામના ત્રણેય વ્યક્તિઓએ આજે સવારના સમયે સામૂહિક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ઘટનાસ્થળે જ ત્રણ પેઢીની મહિલાઓના એક સાથે મોત નિપજતા ભાણવડ પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કયા કારણોસર સામૂહિક આપઘાત કર્યો ? તે અંગે તપાસ આરંભી હતી.