મહારાષ્ટ્રના પુણે વિસ્તારમાંનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં પુણેના જુન્નર વિસ્તારમાં ચાલુ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન એક ક્રિકેટરને હાર્ટ અટેક આવવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પીચ પર દર્શાયેલ ક્રિકેટરના મોતના કરુણ દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હતા. આ વિડીયો ઘણો વાઈરલ થઇ રહ્યો છે.
ક્રિકેટ ઇતિહાસમાં ઘણા અકસ્માતો સર્જાયા છે. આવો એક કિસ્સો પૂના જિલ્લાના જુન્નાર તાલુકામાં પણ બન્યો છે. જ્યાં મેચ રમતી વખતે હાર્ટ એટેકને કારણે ખેલાડીનું અચાનક મોત નીપજ્યું હતું. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. દિવંગત ખેલાડીનું નામ બાબુ નલાવડે હોવાનું હતું. તે 47 વર્ષનો હતો. તેને તાત્કાલિક નજીકના ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. અને હાર્ટ અટેકથી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેમનો પરિવાર મોટા આઘાતમાં છે અને તેમના મિત્રોને પણ વિશ્વાસ થતો નથી કે હવે તેમનો ફ્રેન્ડ આ દુનિયામાં નથી. ઉલ્લેખનીય છે કે આવું પહેલીવાર નથી કે કોઈ ખેલાડીને ચાલુ મૅચમાં હાર્ટ-અટેક આવ્યો હોય. આ પહેલાં પણ ઘણા ખેલાડીને ચાલુ મેચે હાર્ટ-અટેક આવ્યો છે.
વિડીઓમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખેલાડી નોન-સ્ટ્રાઇક પર ઊભો છે અને અમ્પાયર સાથે થોડી વાત કરે છે. આ પછી તે તરત જ પિચ પર બેસી જાય છે અને જોતજોતાંમાં ઢળી પડે છે. અને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટર તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવે છે.