Sunday, February 16, 2025
Homeરાજ્યજામનગરજામનગરના કોંજામાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

જામનગરના કોંજામાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

રૂા.14,000ની કિંમતની 28 બોટલો કબ્જેે : પોલીસ દ્વારા વધુ પૂછપરછ

- Advertisement -

ખબર-જામનગર
જામનગર તાલુકાના કોંજા ગામમાં પાણીના બંધ પાસેથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.14000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 28 બોટલો મળી આવતા પોલીસે અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની પ્રાપ્ત વિગત મુજબ, જામનગર તાલુકાના કોંજા ગામની સીમમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાનો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબનો શખ્સ પસાર થતા આંતરીને તલાસી લેતા પિન્ટુ ચંદ્રસિંહ ડામોર નામના શખ્સના કબ્જામાંથી રૂા.14000 ની કિંમતની 28 બોટલો ઈંગ્લીશ દારૂની મળી આવતા પોલીસે અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular