Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતજામ્યુકોએ કર્યા 2016 કરોડના વાયબ્રન્ટ MOU

જામ્યુકોએ કર્યા 2016 કરોડના વાયબ્રન્ટ MOU

- Advertisement -

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત જામનગર મહાપાલિકાએ પણ શહેરના વિકાસ માટે કુલ 2016 કરોડના 93 એમઓયુ કર્યા છે. જેમાં 100 કરોડથી વધુના રોકાણના પાંચ મોટા એમઓયુનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત સમગ્ર રાજયમાં સર્વાગી વિકાસ માટે લાખો, કરોડોના રોકાણો ગુજરાતમાં આવી રહયા છે. ત્યારે જામનગર શહેરમાં પણ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ અંતર્ગત રિયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા જામનગર મહાપાલિકા સાથે 2016 કરોડના રોકાણના એમઓયુ કરવામાં આવ્યા છે. આ રોકાણ આગામી કેટલાક વર્ષોમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કરવામાં આવશે. શહેરના બિલ્ડરો તેમજ અન્ય ખાનગી કંપનીઓ દ્વારા કુલ 93 એમઓયુ કરવામાં આવ્યા છે. જે પૈકી 5 એમઓયુ એવા છે. જેમાં 100 કરોડથી પણ વધુનું રોકાણ કરવામાં આવશે. સમર્પણ સર્કલ આસપાસના વિસ્તારોમાં રેસીડેન્સ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્ષના ડેવલોપ માટે આ એમઓયુ કરવામાં આવ્યા છે. અલબત્ત આ તમામ એમઓયુ ખાનગી પાર્ટીઓ સાથે કરવામાં આવ્યા છે. જેમાં એકપણ સરકારી, અર્ધસરકારી કે સરકારની અન્ય એજન્સીઓના પ્રોજેકટનો સમાવેશ થતો નથી. આ એવા એમઓયુ છે. જેમાં રોકાણ નિયમિત પણે બિલ્ડરો દ્વારા કરવામાં આવતું રહે છે. ગ્લોબલ સમિટ અંતર્ગત એમઓયુ કરવામાં જામનગર શહેર પણ પાછળ ન રહે તે માટે કમિશનર ડી.એન. મોદી, સીટી ઇજનેર ભાવેશ જાની દ્વારા સમયાંતરે શહેરના બિલ્ડરો અને લેન્ડ ડેવલોપરો સાથે બેઠક યોજીને તેમને શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મહતમ રોકાણ કરવા માટે સફળતાપૂર્વક સહમત કરાયા હતા. જામ્યુકોએ કરેલા તમામ 93 એમઓયુને જામનગર મહાપાલિકાના પોર્ટલ ઉપર પણ અપલોડ કરી દેવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular